નવીન સી. ચતુર્વેદીની ગુજરાતી ગઝલો
ગર્વ છે ગૌરવ છે ગાથાનું શિખર છે દીકરી
ગર્વ છે ગૌરવ છે ગાથાનું શિખર છે દીકરી
છે ખબરમાં પણ ખબર થી બેખબર છે દીકરી
બેકદર ને કમનજર લોકો તમોને શું ખબર
આંખનું કંકર નહીં નૂરેનજર છે દીકરી
Read more »
સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે
સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે
અંતમાં બેઠો છે જે તેના ઉદયની વાત છે
બારણા ખુલ્લા મળે હૈયાઓ પણ ખુલ્લા મળે
આ કોઈ સતયુગ નહીં મારા સમયની વાત છે
Read more »
પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે
પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે
સભ્યતાઓ શિષ્ટતાઓ સાચવીને રાખજે
જો ફરી કુંતી કોઈ જન્મી તો કામે લાગશે
હસ્તિનાપુરની વ્યથાઓ સાચવીને રાખજે
Read more »
નફો ટિંગાડ ખૂંટી પર ખસારો મૂક બાજૂમાં
નફો ટિંગાડ ખૂંટી પર ખસારો મૂક બાજૂમાં
જગતની વાત કર ખુદનો લવારો મૂક બાજૂમાં
પસંદ આવે પ્રભુને એ ધરમના ધોરણો અપનાવ
જગતને ફાવે એ સ્વારથનો ધારો મૂક બાજૂમાં
Read more »
કોક દી તો આ ખબર પણ આવશે અખબાર માં
કોક દી તો આ ખબર પણ આવશે અખબારમાં
કેટલા ગામો ગુમાવ્યા શહેર ના વિસ્તારમાં
સારની વાતો ભલે ચિક્કાર છે સંસારમાં
માણસોને રસ પડે છે ફક્ત બે દૂ ચારમાં
Read more »
સંક્ષિપ્ત પરિચય – નવીન સી. ચતુર્વેદી
સંક્ષિપ્ત પરિચય – નવીન સી. ચતુર્વેદી
(
વ્રજગજલ પ્રવર્તક અને બહુભાષિક શાયર
,
કટાર લેખક)
નામ – નવીન સી. ચતુર્વેદી
પિતાશ્રી – શ્રી છોટુભાઈ ચતુર્વેદી
માતાશ્રી – શ્રીમતી પુષ્પાદેવી
જીવન સંગીની – શ્રીમતી રેખા
જન્મ – ૨૭ અક્તુબર ૧૯૬૮
,
મથુરાસ્થ માથુર ચતુર્વેદ પરિવારમાં (સરકારી રિકોર્ડ પ્રમાણે જન્મતિથી 1 જનવરી ૧૯૬૯)
જન્મસ્થાન – મથુરા, ઉત્તર પ્રદેશ
શિક્ષા – વાણીજ્ય સ્નાતક
કામકાજ – મુંબઈ મેં
Security-Safety-IT Equipments
નું કામકાજ
www.vensys.in
સાહિત્યિક ગતિવિધિઓ
1.
વ્રજભાષા
,
હિન્દી, ઉર્દુ
,
ગુજરાતી અને મરાઠી આ પાંચ ભાષાઓમાં ગઝલ સૃજન
2.
વ્રજભાષામાં ગઝલોનો શ્રીગણેશ કરવાનો સૌભાગ્ય મળ્યો. બીજા શાયર / શાયરાઓને પણ આ ઉપક્રમમાં સાથે જોડ્યા.
3.
અંતર્જાલના માધ્યમથી પિંગળ અને ગઝલ બાબતની કાર્યશાળાઓના આયોજન
4.
અનેક મંચોથી કાવ્યપાઠ
5.
અનેક પત્ર પત્રિકાઓમાં પ્રકાશન
6.
ઔડીઓ / વિડીઓ કેસેટ્સ માટે લેખન
7.
જાહેર પુસ્તકો
a.
“પુખરાજ હવા મેં ઉડ રહે હેં” (વ્રજ્ગઝલોનો સર્વપ્રથમ સંકલન ૨૦૧૫)
b.
“વ્રજ્ગઝલ સંગ્રહ (સ્વયં સહીત ૧૩ શાયર / શાયરોની વ્રજગઝલોનું સંકલન – ૨૦૧૮)
c.
“મોરછલ (વ્રજ્ગઝલ સંગ્રહ ૨૦૨૦)
d.
“ધાની ચુનર” (હિન્દી ગઝલોનું સંકલન ૨૦૨૨)
e.
“વિહાન” (હિન્દી ગઝલોનું સંકલન ૨૦૨૫)
f.
“બ્રજભાષા કે પ્રતિનિધિ ગઝલકાર” (સ્વયં સહીત ૩૮ શાયર / શાયરોની વ્રજગઝલોનું સંકલન – ૨૦૨૫)
8.
સમ્માન / પુરસ્કાર
a.
ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા ૨૦૨૦ માં પ્રકાશિત પુસ્તક “મોરછલ” ને વ્રજભાષા કેટેગરીનું પ્રથમ પુરસ્કાર એટલે “બાબુ જગન્નાથ દાસ પુરસ્કાર” આપવામાં આવ્યું
b.
હિન્દી પુસ્તકાલય સમિતિ ડીગ (રાજસ્થાન) દ્વારા વ્રજભાષામાં ગઝલોના શુભારંભ માટે સમ્માન.
c.
સાહિત્ય સંમેલન નાથદ્વારા દ્વારા વ્રજભાષા સાહિત્યમાં યોગદાન માટે સમ્માન
d.
ઇન્શાદ દ્વારા વિવિધ ભાષાઓમાં ગઝલ સૃજન હેતુ સમ્માન
9.
હિન્દુસ્તાની સાહિત્ય સેવાર્થ “કવિતા કોશ” અને “સાહિત્યમ” સહીત અનેક વેબ પોર્ટલ્સ સાથે યોગદાન
સંપર્ક
a. Mobile No.
9967024593
b. Email:
navincchaturvedi@gmail.com
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)