અશ્રુ આંખોમાં છતાંયે ઝૂમતી દેખાય છે

અશ્રુ આંખોમાં છતાંયે ઝૂમતી દેખાય છે
મારા વહાલા જિંદગી સંઘર્ષનો પર્યાય છે
 
જે મળે એને પ્રસાદી માનીને સ્વીકાર કર
જે લખ્યું છે ભાગ્યમાં ભાગ્યે જ તે ભૂંસાય છે
 
કમતરીનો ગમ ન કર પુરુષાર્થમાં પાછો ન પડ
ગંધ જેમાં હોય તે કાદવમાં પણ ગંધાય છે
 
જ્યારે મેં તકરાર મૂકી તો જવાબ આવો મળ્યો
ભાગ્ય જાગે ત્યારે માનવ ઊંઘતો ઝડપાય છે
 
તું જગતનો મિત્ર છે તો કષ્ટને કમ કર પ્રભુ
તેજ તડકો હોય તો વટવૃક્ષ પણ કરમાય છે

No comments:

Post a Comment