ચઢ્યા દિવાકર આકાશે
હવે કામ ધંધા થાશે
સાડાસાતીનો શો વાંક
કામ વગાડ્યું નવરાશે
ગંધર્વો નું રાજ ગયું
હવે ગધેડાઓ ગાશે
વરસ્યા રંગ જો હોળી માં
તોજ દિવાળી અજવાશે
ખુદને સંતાડી ને જો
આખી દુનિયા દેખાશે
થાશે કણ-કણનું સન્માન
તોજ શિખર પર પહોંચાશે
કામ વગાડ્યું નવરાશે
હવે ગધેડાઓ ગાશે
તોજ દિવાળી અજવાશે
આખી દુનિયા દેખાશે
તોજ શિખર પર પહોંચાશે
No comments:
Post a Comment