લાભના અવસર ઘડે છે દીકરી

 લાભના અવસર ઘડે છે દીકરી
પુણ્ય કરીએ તો મળે છે દીકરી
 
દેવ દિવાળીના દીવાઓની જેમ
જ્યાં રહે ત્યાં ઝળહળે છે દીકરી
 
વાદળો વરસાવે છે સ્મિતના સતત
ખુદ ભલે કાયમ રડે છે દીકરી
 
સાડાસાતી જેમને ભટકાવી દે
એવા લોકોને નડે છે દીકરી
 
ધોરણો જ્યાં હોય કેવળ પ્રેમના
એજ શાળામાં ભણે છે દીકરી
 
ભાગ્ય સાવિત્રી બનાવી દે અગર
તો સ્વયં યમથી લડે છે દીકરી
 
એની મુઠ્ઠીમાં સકલ સંસાર છે
તોય ચરણોમાં નમે છે દીકરી
 
ત્યાગની શાશ્વત કઢાઈમાં સદા
પ્રેમના ભજીયા તળે છે દીકરી

No comments:

Post a Comment