કથાઓ દિગદિગંત છે, લખું તો શું લખું કહો
વ્યથાઓ પણ અનંત છે, લખું
તો શું લખું કહો
છે મારી ચારે કોર દુઃખ
દર્દ કષ્ટ યાતના
હૃદયમાં, પણ, વસંત છે, લખું તો શું લખું કહો
જે નોરતાં માં રાખે વ્રત
ને બાલિકાઓને છળે
એ માણસો શ્રીમંત છે, લખું તો શું લખું કહો
દિવસમાં રામ રામ ને બિયરના
જામ રાતમાં
છે, એવા એવા સંત છે, લખું તો શું લખું કહો
હતા અનેક ભાવ ને અનેક
વેદનાઓ પણ
હવે તો સાવ અંત છે, લખું તો શું લખું કહો
હૃદયમાં, પણ, વસંત છે, લખું તો શું લખું કહો
એ માણસો શ્રીમંત છે, લખું તો શું લખું કહો
છે, એવા એવા સંત છે, લખું તો શું લખું કહો
હવે તો સાવ અંત છે, લખું તો શું લખું કહો
No comments:
Post a Comment