બોલવા દે કેમ રોકે છે મને
તારા સમ તું વ્હાલી લાગે
છે મને
તું કરે શણગાર શોભે છે મને
અન્યથા દર્પણ ચિડાવે છે મને
લાગણીનો આ પુરાવો કમ નથી
જોઈને તું સ્માઈલ આપે છે મને
તું કહે શરમાય છે તારા નયન
હું કહું પડકાર આપે છે મને
મારા માટે તારા જેવું કોઈ
નઈ
કોણ હૈયેથી લગાવે છે મને
તું બને સોઈ તો કઈ કલ્યાણ
થાય
કાતરો દિન રાત કાપે છે મને
એને સુદ્ધા કેરિયરની છે
જરૂર
ક્યારનો આનંદ શોધે છે મને
આ જગતને જીતવું અઘરું નથી
માત્ર તારો સાથ ખૂટે છે મને
અન્યથા દર્પણ ચિડાવે છે મને
જોઈને તું સ્માઈલ આપે છે મને
હું કહું પડકાર આપે છે મને
કોણ હૈયેથી લગાવે છે મને
કાતરો દિન રાત કાપે છે મને
ક્યારનો આનંદ શોધે છે મને
માત્ર તારો સાથ ખૂટે છે મને
No comments:
Post a Comment