પૂછનારાઓ ને પ્રશ્નો પૂછતી થઈ જા હવે
નોંધણી તારીય પણ નોંધાવતી
થઈ જા હવે
એ સમય પણ આવશે કરશે બધા તુઝને સલામ
નાની સામે મોટી લીટી દોરતી થઈ જા હવે
તારી પાસે જીભ છે ને સૌની પાસે કાન છે
વિશ્વ સાંભળશે તને પણ બોલતી થઈ જા હવે
જગનો પાલનહાર કોઈને નથી કરતો નિરાશ
તારી ઝોળી પણ ભરાશે માંગતી થઈ જા હવે
ક્યારનું યે સાદ પાડે છે તને તારું નસીબ
મારી વહાલી ઊંઘમાંથી જાગતી થઈ જા હવે
No comments:
Post a Comment