ખુદને હાસિલ વૈભવોની ચાસણી કરવી હતી

 ખુદને હાસિલ વૈભવોની ચાસણી કરવી હતી
તે પછી એની જગતમાં વહેંચણી કરવી હતી
 
મન ફકીરો રોજેરોજ એક આજ લીટી ગાય છે
લાગણી કરનારાઓથી લાગણી કરવી હતી
 
એટલેજ સંસારમાં અસમાનતા દેખાય છે
ધન કુબેરોને સતત સરખામણી કરવી હતી
 
સાધુ સંતો ઘેર આવ્યા એ તો સારી વાત છે
સાથે સંસ્કારોની પણ પધરામણી કરવી હતી
 
મૌન છો શું કામ એ સમજણ નથી પડતી મને
મારી સાથે તમને તો વાતો ઘણી કરવી હતી
 
ચંદ્ર મારા બારણે મધરાતે દેખાયો હતો
દાન કરનારાને મુઝથી માગણી કરવી હતી

No comments:

Post a Comment