વિશ હતી બનાવું ખુદને ટેબલેટ જેમ હું
પણ બની ગયો દવાના પેમ્પલેટ
જેમ હું
સ્વીટ કોર્ન, સ્વીટ હોય છે
પણ એટલા નહીં
તું મળે તો ખુદને માણું ચોકલેટ જેમ હું
આ જગત છે કોઈ સુંદરી સમાન
અને સખી
તું છે નેકલેસ જેમ બ્રેસલેટ જેમ હું
સ્વાદ જિંદગીમાં જો ઘટે તો
ચાખજે મને
ફાફડા જીલેબી ઢોકળાની પ્લેટ જેમ હું
તારું મન કહે તે ચિત્રને
ઉકેરી નાખજે
તારા સમ છું તારા માટે કોરી સ્લેટ જેમ હું
તું મળે તો ખુદને માણું ચોકલેટ જેમ હું
તું છે નેકલેસ જેમ બ્રેસલેટ જેમ હું
ફાફડા જીલેબી ઢોકળાની પ્લેટ જેમ હું
તારા સમ છું તારા માટે કોરી સ્લેટ જેમ હું
No comments:
Post a Comment