જે વહુઓમાં સ્વયંની દીકરી જોયા કરે

 જે વહુઓમાં સ્વયંની દીકરી જોયા કરે
એમના ઘરઆંગણે વિષ્ણુપ્રિયા કિરપા કરે
 
મોટા મોટા માણસો આ વાતની ચર્ચા કરે
દીકરી ધારે તો ભર વૈશાખમાં વર્ષા કરે
 
આપણે કંટાળી જઈએ આપણા મા-બાપ થી
પારકીઓ પારકા મા-બાપની સેવા કરે
 
દીકરી એમજ જગતમાં શ્રેષ્ઠ કહેવાતી નથી
ખુદ ભલે કષ્ટો સહે પરિવારની રક્ષા કરે
 
શારદા હોવા છતાં વાંચે છે પુસ્તક દીકરી
અન્નપૂર્ણા છે છતાંયે અન્નની પૂજા કરે
 
શંભુના આખ્યાનને વાંચીને એ સમજણ પડી
જે ન કર પાવે સતી તે કામને દુર્ગા કરે

No comments:

Post a Comment