ગર્વ છે ગૌરવ છે ગાથાનું શિખર છે દીકરી
છે ખબરમાં પણ ખબર થી બેખબર
છે દીકરી
બેકદર ને કમનજર લોકો તમોને
શું ખબર
આંખનું કંકર નહીં નૂરેનજર છે દીકરી
દીકરીને બોઝ કહેવાનો સમય
વીતી ગયો
આજકાલ આનંદ અને લીલાલહેર છે દીકરી
ના તો આગળ જાય ના પાછળ રહે, સાથે રહે
ટૂંકમાં કહીએ તો સાચી હમસફર છે દીકરી
એજ લક્ષ્મી માત છે ને
શારદા પણ એજ છે
માણસો પર માત અંબેની મહર છે દીકરી
મેઘ છે ઝરણું છે દરિયો છે
સમંદર છે અને
ખેડૂતોના ખેતરો માટે નહર છે દીકરી
હર ઘડી એની નજર છે માછલીની
આંખ પર
મંજિલો માટે મહેકતી રહગુજર છે દીકરી
આંખનું કંકર નહીં નૂરેનજર છે દીકરી
આજકાલ આનંદ અને લીલાલહેર છે દીકરી
ટૂંકમાં કહીએ તો સાચી હમસફર છે દીકરી
માણસો પર માત અંબેની મહર છે દીકરી
ખેડૂતોના ખેતરો માટે નહર છે દીકરી
મંજિલો માટે મહેકતી રહગુજર છે દીકરી
No comments:
Post a Comment