સો ટકા તો ક્યાં કોઈ વખણાય છે
કૃષ્ણ જેવાની ય ટીકા થાય
છે
પ્રેમીઓના જીવ એમાં છે દફન
એટલે તો આ ધરા ગંધાય છે
હું પ્રલય બાબત કહું તો
શું કહું
આભ જેવું આભ ગોથા ખાય છે
હર ઘડીનું હોશ પણ સારું
નથી
હોશમાં શમણાંઓ ક્યાં દેખાય
છે
જો સમયસર ના મળે, સાચું કહું
મારા વ્હાલા ન્યાય એ અન્યાય
છે
No comments:
Post a Comment