પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે

 પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે
સભ્યતાઓ શિષ્ટતાઓ સાચવીને રાખજે
 
જો ફરી કુંતી કોઈ જન્મી તો કામે લાગશે
હસ્તિનાપુરની વ્યથાઓ સાચવીને રાખજે
 
એમણે જ આપ્યા અમોને નર્મદા જેવા રતન
ડુંગરોની ભવ્યતાઓ સાચવીને રાખજે
 
ટાપુઓના ઘર્ષણો થી છે હિમાલયનું વજૂદ
સાધુઓની ઝંખનાઓ સાચવીને રાખજે
 
અન્ય વાતો તો ફકત નશ્વર જગતની જેમ છે
સત્યની અવધારણાઓ સાચવીને રાખજે

No comments:

Post a Comment