જ્યાં સુધી ગામો હતા, પોરો હતી, ફળિયા હતા

 જ્યાં સુધી ગામો હતા, પોરો હતી, ફળિયા હતા
મસ્તીઓના ધોધ એ ફળિયાઓમાં વહેતા હતા
 
શાંતિ. સમરસતા, સમૃદ્ધિના મહેલ તોડો નહીં
એમના પાયાઓ પાયેદારોએ નાખ્યા હતા
 
પૂર્વજોને એટલે તો માન દ્રષ્ટાનો મળ્યો
સ્વપ્ન બસ જોયા નતા, સાકાર પણ કર્યા હતા
 
લીમડાનો સ્વાદ ચાખીને જ ગુણ સમજી શક્યો
સંતજન વચનો ભલે કડવા હતા, સાચા હતા
 
ભવ્યતા, જૂનો જમાનો, એટલે પામી શક્યો
એ મઢી મોટી હતી, બાબાઓ પણ ઓછા હતા

No comments:

Post a Comment