મંચોને પાત્રો દેનારા પડદા પાછળ બેઠા છે
સાચા અજવાળા કરનારા પડદા
પાછળ બેઠા છે
લખ્યા લખાણો વાંચીને, મૂરખ
વિદ્વાનો બની રહ્યા
અને એ લેખોને લખનારા, પડદા પાછળ બેઠા છે
જેમને ઝ’નું જ્ઞાન નહીં,
એવાય ઝવેરી બની રહ્યા
મણિયારાઓના મણિયારા, પડદા પાછળ બેઠા છે
છેટેથી આહુતિ આપે, એમના
ફોટા અખબારોમાં
બીજા માટે હોમ થનારા, પડદા પાછળ બેઠા છે
ધોળે દિવસે છેતરપિંડી
કરનારો તો કાંઈ નથી
એનાથી મોટા ધૂતારા, પડદા પાછળ બેઠા છે
અમુક વ્યક્તિઓની કવિતાઓ
વાંચીને લાગે છે જેમ
એમની કવિતાઓ ઘડનારા, પડદા પાછળ બેઠા છે
અને એ લેખોને લખનારા, પડદા પાછળ બેઠા છે
મણિયારાઓના મણિયારા, પડદા પાછળ બેઠા છે
બીજા માટે હોમ થનારા, પડદા પાછળ બેઠા છે
એનાથી મોટા ધૂતારા, પડદા પાછળ બેઠા છે
એમની કવિતાઓ ઘડનારા, પડદા પાછળ બેઠા છે
No comments:
Post a Comment