નફો ટિંગાડ ખૂંટી પર ખસારો મૂક બાજૂમાં
જગતની વાત કર ખુદનો લવારો
મૂક બાજૂમાં
પસંદ આવે પ્રભુને એ ધરમના ધોરણો અપનાવ
જગતને ફાવે એ સ્વારથનો ધારો મૂક બાજૂમાં
અગર તુજને અપેક્ષા છે કદી રૂઠે નહીં લક્ષ્મી
તો ચારે બાજુ પસરેલો પસારો મૂક બાજૂમાં
અગર છે જ્ઞાન તો મુસ્કાનથી અંતરને કાપી નાખ
છરી, તલવાર, બરછી ને કટારો મૂક બાજૂમાં
અગર એમજ તું દર એક વાત પર ગુસ્સે થતો રહેશે

તો બાળી નાખશે તુઝને બફારો, મૂક બાજૂમાં
No comments:
Post a Comment