દેહરૂપે જ્યારે સર્જનહારનું સર્જન થયું
ધન્ય મથુરા ધન્ય ગોકુળ
ધન્ય વૃંદાવન થયું
શ્વાસને આશ્રય મળ્યો
પ્રશ્રય મળ્યો વિશ્વાસને
સૃષ્ટિને દૃષ્ટિ મળી વાણીનું અભિનંદન થયું
અશ્રુઓના ધોધથી રૂંવાળા
ભીંજાઈ ગયા
વેણુવાદન સાંભળીને તૃપ્ત અંતરમન થયું
જોઈને નટરાજને વિસ્મય થયું
નટરાજને
છ મહીના લગ શરદની રાત્રિમાં નર્તન થયું
ત્રાજવા પર ન્યાયના શું
દાનવો શું દેવતા
ઇન્દ્ર જેવા સુરપતીના માનનું મર્દન થયું
કોઈ બીજાનો નથી બસ આપનો
ઉપકાર છે
સ્પર્શ પારસને કરી લોખંડ મન કુંદન થયું
સૃષ્ટિને દૃષ્ટિ મળી વાણીનું અભિનંદન થયું
વેણુવાદન સાંભળીને તૃપ્ત અંતરમન થયું
છ મહીના લગ શરદની રાત્રિમાં નર્તન થયું
ઇન્દ્ર જેવા સુરપતીના માનનું મર્દન થયું
સ્પર્શ પારસને કરી લોખંડ મન કુંદન થયું
No comments:
Post a Comment