સાચી વાત બતાવે એ પોથી પણ દર્પણ જેવી છે
ચારે બાજુ પસરેલી માટી પણ
દર્પણ જેવી છે
માત્ર શરત એ છે કે એ બસ
કામ કરે અજવાળામાં
પડછાયો દેખાડે એ ધરતી પણ દર્પણ જેવી છે
સૂરત જોજે દર્પણમાં ને
સીરત જોવા જાજે ત્યાં
પ્રેમ ગલી કહેવાય છે એ દૃષ્ટિ પણ દર્પણ જેવી છે
એના ઉપર ફેલાયેલા
વૃક્ષોનાં પ્રતિબિંબ જુઓ
ઝાડોના નીચે વહેનારી નદી પણ દર્પણ જેવી છે
આજ નવી દુનિયામાં જેને
કોસ્મોપોલિટન કહેવાય
ભેદભાવ નહીં કરતી એ વસ્તી પણ દર્પણ જેવી છે
માન મરતબો શોખ હુનર ઇનકમ
એમાં દેખાય બધું
ન્યુટ્રલ થઈને જોઈએ તો રોટી પણ દર્પણ જેવી છે
છેલ્લા એક વરસમાં શું શું
પામ્યાં ને શું શું ખોયું
એ જો જોવું હોય તો દીવાળી પણ દર્પણ જેવી છે
ધારો તો દેખાડી શકે છે
તમને તમારા કિરદારો
યુગસત્યોની ખાણ દરેક સદી પણ દર્પણ જેવી છે
પડછાયો દેખાડે એ ધરતી પણ દર્પણ જેવી છે
પ્રેમ ગલી કહેવાય છે એ દૃષ્ટિ પણ દર્પણ જેવી છે
ઝાડોના નીચે વહેનારી નદી પણ દર્પણ જેવી છે
ભેદભાવ નહીં કરતી એ વસ્તી પણ દર્પણ જેવી છે
ન્યુટ્રલ થઈને જોઈએ તો રોટી પણ દર્પણ જેવી છે
એ જો જોવું હોય તો દીવાળી પણ દર્પણ જેવી છે
યુગસત્યોની ખાણ દરેક સદી પણ દર્પણ જેવી છે
No comments:
Post a Comment