ઇત્રની શીશી ફકીરોની દુઆની જેમ છે
દીકરીઓ સ્વર્ગની આબોહવાની
જેમ છે
હર ઘડી વર્ષા કરે આનંદ અને
ઉત્સાહની
દીકરીઓ રાસ ગરબા દાંડિયાની જેમ છે
જ્યાં રહે ત્યાં ઝળહળે
સર્જન કરે છે જ્યોતનું
દીકરીઓ નોરતાના દીવડાની જેમ છે
ક્યાંક લાગે કાનુડાની
મોરલી જેવી મધુર
ક્યાંક પુષ્પોની મહેકતી વાટિકાની જેમ છે
આરોગે નિર્માલ્ય પણ અર્પણ
કરે નિર્મલ વિમલ
દીકરીઓ પુણ્ય પાવન નર્મદાની જેમ છે
એક્સરે કાઢો ફકત કલ્યાણ
જડશે બુદ્ધિમાં
દીકરીઓ સાધુઓની ઝંખનાની જેમ છે
કાંઈ પણ બોલ્યા વગર દર્શન
કરાવે સત્યનું
દીકરીઓ મારા વ્હાલા આરસાની જેમ છે
દીકરીઓ રાસ ગરબા દાંડિયાની જેમ છે
દીકરીઓ નોરતાના દીવડાની જેમ છે
ક્યાંક પુષ્પોની મહેકતી વાટિકાની જેમ છે
દીકરીઓ પુણ્ય પાવન નર્મદાની જેમ છે
દીકરીઓ સાધુઓની ઝંખનાની જેમ છે
દીકરીઓ મારા વ્હાલા આરસાની જેમ છે
No comments:
Post a Comment