હું ખરેખર કેટલો ડોબો હતો

હું ખરેખર કેટલો ડોબો હતો
સાથે કસ્તુરી લઈ ભટક્યો હતો

ઇન્દ્રની અલકાપુરી પણ કઈં નથી
હું તમારા હૈયામાં રહેતો હતો

હું કરું અભિમાન એ શક્ય જ નથી
હું તમારા બારણે આવ્યો હતો

ચાલ બાસુંદી એને ખવડાવીએ
દૂધને ઢોળીને જે નાચ્યો હતો

જેને જે સમજાયું એને એ કહ્યું
માત્ર ચાતક ચંદ્રને જોતો હતો

લાગતોતો સાથ સદીઓનો છે પણ
માત્ર એક સેકન્ડમાં તૂટ્યો હતો

No comments:

Post a Comment