કોઈ દેખાતો નથી ઉપચાર એમાં દીકરીઓ શું કરે
સારા સારા થઈ રહ્યા બીમાર
એમાં દીકરીઓ શું કરે
ભાઈબંધીને ટકાવી રાખવાનું
ભાન સહુને છે છતાં
લોકોને ગમતા નથી પરિવાર એમાં દીકરીઓ શું કરે
ગર્લ્સની કૉલેજ ની સામે
રખડનારાઓ ગુસ્સે થાઓ મા
સાધનાનો થાય છે સત્કાર એમાં દીકરીઓ શું કરે
ગર્ભમાં કન્યાઓની હત્યા
કરે છે એમને પૂછો પ્રભુ
બેચલર પુરુષો થયા ચિક્કાર એમાં દીકરીઓ શું કરે
એમના પગલાઓના વિષયે અગર
બોલો તો એ ભૂલો નહીં
ઘર પુરુષ બેસ્યા રહે બેકાર એમાં દીકરીઓ શું કરે
પ્રાકૃતિક અનુપાતના માટે
જગત ભરમાં પ્રયાસો થઈ રહ્યા
વિશ્વ વરસાવી રહ્યો ઉપહાર એમાં દીકરીઓ શું કરે
લોકોને ગમતા નથી પરિવાર એમાં દીકરીઓ શું કરે
સાધનાનો થાય છે સત્કાર એમાં દીકરીઓ શું કરે
બેચલર પુરુષો થયા ચિક્કાર એમાં દીકરીઓ શું કરે
ઘર પુરુષ બેસ્યા રહે બેકાર એમાં દીકરીઓ શું કરે
વિશ્વ વરસાવી રહ્યો ઉપહાર એમાં દીકરીઓ શું કરે
No comments:
Post a Comment