એકટક થઈ ને મગન જોતો રહ્યો

 એકટક થઈ ને મગન જોતો રહ્યો
હું તો બસ તારા નયન જોતો રહ્યો
 
જોઉં કોણ આવે છે પાણી નાખવા
ખુદ લગાવીને અગન જોતો રહ્યો
 
લોકો તો જોતા રહ્યા મારી દશા
હું હવા થઈને હવન જોતો રહ્યો
 
મૂંઝવણ એવી કશું સમજાય ના
શ્વાસનું આવાગમન જોતો રહ્યો
 
એવા એવા દૃશ્ય જોયા શું કહું
અશ્રુઓના આચમન જોતો રહ્યો
 
છે મહેક પર્યાય જેની એ ય પણ
કેમ ઉજડે છે ચમન જોતો રહ્યો

No comments:

Post a Comment