સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે
અંતમાં બેઠો છે જે તેના
ઉદયની વાત છે
બારણા ખુલ્લા મળે હૈયાઓ પણ
ખુલ્લા મળે
આ કોઈ સતયુગ નહીં મારા સમયની વાત છે
આપણું કલચર બધા કોપી કરે
તો શું જફા
આ પરાજયની નહીં આ તો વિજયની વાત છે
સુખ, સમૃદ્ધિ, શાંતિ, સમરસતા રહે સંસારમાં
એજ તો મારા તમારા વાંગ’મયની વાત છે
એક ટીપું પ્રેમને બદલે નદી
અર્પણ કરીશ
આ કોઈ જુમલો નથી મારા હૃદયની વાત છે
આ કોઈ સતયુગ નહીં મારા સમયની વાત છે
આ પરાજયની નહીં આ તો વિજયની વાત છે
એજ તો મારા તમારા વાંગ’મયની વાત છે
આ કોઈ જુમલો નથી મારા હૃદયની વાત છે
No comments:
Post a Comment