ડુંગરી, કાંદા, સુરા ને સુંદરીથી દૂર છું
તોય શાયર છું ને એવો તેવો
નહિં ભરપૂર છું
ક્યાં મને શોધી રહ્યા છો
આમ પાડીને નજર
પગનું ઝાંઝરીયું નહીં હું ભાલનું સિંદૂર છું
શાંત બેઠો છું તો વ્હાલા
શાંત રહેવા દો મને
આભ જો તૂટી પડે તો નર્મદાનું પૂર છું
શારદે તારા ચરણ ચાંપી મને
મહેફિલ મળી
દુઃખ છે બસ એટલો બિન દામનું મજદૂર છું
ગુર્જરી રંગાયો છું હું
તારા રંગે એટલેજ
નમ્ર નવ્વાણું ટકા, એકજ ટકા મગરૂર છું
પગનું ઝાંઝરીયું નહીં હું ભાલનું સિંદૂર છું
આભ જો તૂટી પડે તો નર્મદાનું પૂર છું
દુઃખ છે બસ એટલો બિન દામનું મજદૂર છું
નમ્ર નવ્વાણું ટકા, એકજ ટકા મગરૂર છું
No comments:
Post a Comment