મંચોને પાત્રો દેનારા પડદા પાછળ બેઠા છે

 મંચોને પાત્રો દેનારા પડદા પાછળ બેઠા છે
સાચા અજવાળા કરનારા પડદા પાછળ બેઠા છે
 
લખ્યા લખાણો વાંચીને, મૂરખ વિદ્વાનો બની રહ્યા
અને એ લેખોને લખનારા, પડદા પાછળ બેઠા છે

જ્યાં સુધી ગામો હતા, પોરો હતી, ફળિયા હતા

 જ્યાં સુધી ગામો હતા, પોરો હતી, ફળિયા હતા
મસ્તીઓના ધોધ એ ફળિયાઓમાં વહેતા હતા
 
શાંતિ. સમરસતા, સમૃદ્ધિના મહેલ તોડો નહીં
એમના પાયાઓ પાયેદારોએ નાખ્યા હતા

ચઢ્યા દિવાકર આકાશે

 ચઢ્યા દિવાકર આકાશે
હવે કામ ધંધા થાશે
 
સાડાસાતીનો શો વાંક
કામ વગાડ્યું નવરાશે

કામ આ થાશે જ થાશે, પણ સમય તો લાગશે

 કામ આ થાશે જ થાશે, પણ સમય તો લાગશે
હા! તને ભૂલી જવાશે, પણ સમય તો લાગશે
 
સાથ છોડીને જનારા, મારૂં વેડિંગ-કાર્ડ પણ
તારા હાથોમાં અપાશે, પણ સમય તો લાગશે

ડુંગરી, કાંદા, સુરા ને સુંદરીથી દૂર છું

 ડુંગરી, કાંદા, સુરા ને સુંદરીથી દૂર છું
તોય શાયર છું ને એવો તેવો નહિં ભરપૂર છું
 
ક્યાં મને શોધી રહ્યા છો આમ પાડીને નજર
પગનું ઝાંઝરીયું નહીં હું ભાલનું સિંદૂર છું

ન તો મેસેજ વાંચે છે ન એ કૉલ’જ ઉપાડે છે

 ન તો મેસેજ વાંચે છે ન એ કૉલજ ઉપાડે છે
બીજી રહેવામાં મારો મિત્ર મોદીને હરાવે છે
 
ફકત બે કામ કરનારી ગજબની ઢીંગલીઓ તારી
કોઈ ફુગ્ગા બનાવે છે કોઈ ફુગ્ગા ફુલાવે છે

સો ટકા તો ક્યાં કોઈ વખણાય છે

 સો ટકા તો ક્યાં કોઈ વખણાય છે

કૃષ્ણ જેવાની ય ટીકા થાય છે

 

પ્રેમીઓના જીવ એમાં છે દફન

એટલે તો આ ધરા ગંધાય છે

દેહરૂપે જ્યારે સર્જનહારનું સર્જન થયું

 દેહરૂપે જ્યારે સર્જનહારનું સર્જન થયું
ધન્ય મથુરા ધન્ય ગોકુળ ધન્ય વૃંદાવન થયું
 
શ્વાસને આશ્રય મળ્યો પ્રશ્રય મળ્યો વિશ્વાસને
સૃષ્ટિને દૃષ્ટિ મળી વાણીનું અભિનંદન થયું

હું ખરેખર કેટલો ડોબો હતો

હું ખરેખર કેટલો ડોબો હતો
સાથે કસ્તુરી લઈ ભટક્યો હતો

ઇન્દ્રની અલકાપુરી પણ કઈં નથી
હું તમારા હૈયામાં રહેતો હતો

પૂછનારાઓ ને પ્રશ્નો પૂછતી થઈ જા હવે

પૂછનારાઓ ને પ્રશ્નો પૂછતી થઈ જા હવે
નોંધણી તારીય પણ નોંધાવતી થઈ જા હવે

એ સમય પણ આવશે કરશે બધા તુઝને સલામ
નાની સામે મોટી લીટી દોરતી થઈ જા હવે

સહુ રહે આનંદમાં બસ એજ પરમાનંદ છે

 સહુ રહે આનંદમાં બસ એજ પરમાનંદ છે
એક બીજામાં રહે રસ એજ પરમાનંદ છે
 
જિંદગી જો છે સજા તો છો રહે ચિંતા ન કર
તું મજા પર રાખ ફોકસ એજ પરમાનંદ છે

ખુશ્બુઓની ખાણ છે એ બાગ સળગાવી રહ્યા છે

 ખુશ્બુઓની ખાણ છે એ બાગ સળગાવી રહ્યા છે
પ્રેમ તો થાતો નથી વિદ્વેષ ફેલાવી રહ્યા છે
 
સ્વચ્છતા ને માણસાઈ ભાઈચારો ને આઝાદી
જે સ્વયં સમજ્યા નથી એ અમને સમજાવી રહ્યા છે

સાચી વાત બતાવે એ પોથી પણ દર્પણ જેવી છે

 સાચી વાત બતાવે એ પોથી પણ દર્પણ જેવી છે
ચારે બાજુ પસરેલી માટી પણ દર્પણ જેવી છે
 
માત્ર શરત એ છે કે એ બસ કામ કરે અજવાળામાં
પડછાયો દેખાડે એ ધરતી પણ દર્પણ જેવી છે

ના તો એ તોફાન છે કે ના કોઈ રમખાણ છે

 ના તો એ તોફાન છે કે ના કોઈ રમખાણ છે
મારી વ્હાલી જિંદગી મિષ્ઠાન્ન છે ફરસાણ છે
 
હું રહું તારા હૃદયમાં મારા હૈયામાં છે તું
આજના થોડા છે જન્મોજન્મના બંધાણ છે

ખુદને હાસિલ વૈભવોની ચાસણી કરવી હતી

 ખુદને હાસિલ વૈભવોની ચાસણી કરવી હતી
તે પછી એની જગતમાં વહેંચણી કરવી હતી
 
મન ફકીરો રોજેરોજ એક આજ લીટી ગાય છે
લાગણી કરનારાઓથી લાગણી કરવી હતી

કથાઓ દિગદિગંત છે, લખું તો શું લખું કહો

 કથાઓ દિગદિગંત છે, લખું તો શું લખું કહો
વ્યથાઓ પણ અનંત છે, લખું તો શું લખું કહો
 
છે મારી ચારે કોર દુઃખ દર્દ કષ્ટ યાતના
હૃદયમાં, પણ, વસંત છે, લખું તો શું લખું કહો

એકટક થઈ ને મગન જોતો રહ્યો

 એકટક થઈ ને મગન જોતો રહ્યો
હું તો બસ તારા નયન જોતો રહ્યો
 
જોઉં કોણ આવે છે પાણી નાખવા
ખુદ લગાવીને અગન જોતો રહ્યો

વિશ હતી બનાવું ખુદને ટેબલેટ જેમ હું

 વિશ હતી બનાવું ખુદને ટેબલેટ જેમ હું
પણ બની ગયો દવાના પેમ્પલેટ જેમ હું
 
સ્વીટ કોર્ન, સ્વીટ હોય છે પણ એટલા નહીં
તું મળે તો ખુદને માણું ચોકલેટ જેમ હું

અશ્રુ આંખોમાં છતાંયે ઝૂમતી દેખાય છે

અશ્રુ આંખોમાં છતાંયે ઝૂમતી દેખાય છે
મારા વહાલા જિંદગી સંઘર્ષનો પર્યાય છે
 
જે મળે એને પ્રસાદી માનીને સ્વીકાર કર
જે લખ્યું છે ભાગ્યમાં ભાગ્યે જ તે ભૂંસાય છે

બોલવા દે કેમ રોકે છે મને

 બોલવા દે કેમ રોકે છે મને
તારા સમ તું વ્હાલી લાગે છે મને
 
તું કરે શણગાર શોભે છે મને
અન્યથા દર્પણ ચિડાવે છે મને

કોઈ દેખાતો નથી ઉપચાર એમાં દીકરીઓ શું કરે

 કોઈ દેખાતો નથી ઉપચાર એમાં દીકરીઓ શું કરે
સારા સારા થઈ રહ્યા બીમાર એમાં દીકરીઓ શું કરે
 
ભાઈબંધીને ટકાવી રાખવાનું ભાન સહુને છે છતાં
લોકોને ગમતા નથી પરિવાર એમાં દીકરીઓ શું કરે

પ્રેમનું ધન મેળવી ખન ખન કરે છે દીકરી

પ્રેમનું ધન મેળવી ખન ખન કરે છે દીકરી
મન મગન થઈ જાય તો છન છન કરે છે દીકરી
 
બારણા પર સાથીયો કાઢે અને દીવો ધરે
આવનારાઓનું અભિનંદન કરે છે દીકરી

જે વહુઓમાં સ્વયંની દીકરી જોયા કરે

 જે વહુઓમાં સ્વયંની દીકરી જોયા કરે
એમના ઘરઆંગણે વિષ્ણુપ્રિયા કિરપા કરે
 
મોટા મોટા માણસો આ વાતની ચર્ચા કરે
દીકરી ધારે તો ભર વૈશાખમાં વર્ષા કરે

લાભના અવસર ઘડે છે દીકરી

 લાભના અવસર ઘડે છે દીકરી
પુણ્ય કરીએ તો મળે છે દીકરી
 
દેવ દિવાળીના દીવાઓની જેમ
જ્યાં રહે ત્યાં ઝળહળે છે દીકરી

ઇત્રની શીશી ફકીરોની દુઆની જેમ છે

 ઇત્રની શીશી ફકીરોની દુઆની જેમ છે
દીકરીઓ સ્વર્ગની આબોહવાની જેમ છે
 
હર ઘડી વર્ષા કરે આનંદ અને ઉત્સાહની
દીકરીઓ રાસ ગરબા દાંડિયાની જેમ છે

ગર્વ છે ગૌરવ છે ગાથાનું શિખર છે દીકરી

 ગર્વ છે ગૌરવ છે ગાથાનું શિખર છે દીકરી
છે ખબરમાં પણ ખબર થી બેખબર છે દીકરી
 
બેકદર ને કમનજર લોકો તમોને શું ખબર
આંખનું કંકર નહીં નૂરેનજર છે દીકરી

સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે

 સહુ વિધાનોમાં ફકત એકજ વિષયની વાત છે
અંતમાં બેઠો છે જે તેના ઉદયની વાત છે
 
બારણા ખુલ્લા મળે હૈયાઓ પણ ખુલ્લા મળે
આ કોઈ સતયુગ નહીં મારા સમયની વાત છે

પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે

 પ્રેમની પાવન ઋચાઓ સાચવીને રાખજે
સભ્યતાઓ શિષ્ટતાઓ સાચવીને રાખજે
 
જો ફરી કુંતી કોઈ જન્મી તો કામે લાગશે
હસ્તિનાપુરની વ્યથાઓ સાચવીને રાખજે

નફો ટિંગાડ ખૂંટી પર ખસારો મૂક બાજૂમાં

નફો ટિંગાડ ખૂંટી પર ખસારો મૂક બાજૂમાં
જગતની વાત કર ખુદનો લવારો મૂક બાજૂમાં
 
પસંદ આવે પ્રભુને એ ધરમના ધોરણો અપનાવ
જગતને ફાવે એ સ્વારથનો ધારો મૂક બાજૂમાં

કોક દી તો આ ખબર પણ આવશે અખબાર માં

કોક દી તો આ ખબર પણ આવશે અખબારમાં
કેટલા ગામો ગુમાવ્યા શહેર ના વિસ્તારમાં

સારની વાતો ભલે ચિક્કાર છે સંસારમાં
માણસોને રસ પડે છે ફક્ત બે દૂ ચારમાં

સંક્ષિપ્ત પરિચય – નવીન સી. ચતુર્વેદી

             સંક્ષિપ્ત પરિચય – નવીન સી. ચતુર્વેદી
(વ્રજગજલ પ્રવર્તક અને બહુભાષિક શાયર, કટાર લેખક)

 
નામ – નવીન સી. ચતુર્વેદી
પિતાશ્રી – શ્રી છોટુભાઈ ચતુર્વેદી
માતાશ્રી – શ્રીમતી પુષ્પાદેવી
જીવન સંગીની – શ્રીમતી રેખા
 
જન્મ – ૨૭ અક્તુબર ૧૯૬૮, મથુરાસ્થ માથુર ચતુર્વેદ પરિવારમાં (સરકારી રિકોર્ડ પ્રમાણે જન્મતિથી 1 જનવરી ૧૯૬૯)
જન્મસ્થાન – મથુરા, ઉત્તર પ્રદેશ
શિક્ષા – વાણીજ્ય સ્નાતક
કામકાજ – મુંબઈ મેં Security-Safety-IT Equipments નું કામકાજ www.vensys.in
સાહિત્યિક ગતિવિધિઓ
1.    વ્રજભાષા, હિન્દી, ઉર્દુ, ગુજરાતી અને મરાઠી આ પાંચ ભાષાઓમાં ગઝલ સૃજન
2.     વ્રજભાષામાં ગઝલોનો શ્રીગણેશ કરવાનો સૌભાગ્ય મળ્યો. બીજા શાયર / શાયરાઓને પણ આ ઉપક્રમમાં સાથે જોડ્યા.
3.    અંતર્જાલના માધ્યમથી પિંગળ અને ગઝલ બાબતની કાર્યશાળાઓના આયોજન
4.    અનેક મંચોથી કાવ્યપાઠ
5.    અનેક પત્ર પત્રિકાઓમાં પ્રકાશન
6.    ઔડીઓ / વિડીઓ કેસેટ્સ માટે લેખન
7.    જાહેર પુસ્તકો
a.   “પુખરાજ હવા મેં ઉડ રહે હેં” (વ્રજ્ગઝલોનો સર્વપ્રથમ સંકલન ૨૦૧૫)
b.   “વ્રજ્ગઝલ સંગ્રહ (સ્વયં સહીત ૧૩ શાયર / શાયરોની વ્રજગઝલોનું સંકલન – ૨૦૧૮)
c.   “મોરછલ (વ્રજ્ગઝલ સંગ્રહ ૨૦૨૦)
d.   “ધાની ચુનર” (હિન્દી ગઝલોનું સંકલન ૨૦૨૨)
e.   “વિહાન” (હિન્દી ગઝલોનું સંકલન ૨૦૨૫)
f.    “બ્રજભાષા કે પ્રતિનિધિ ગઝલકાર” (સ્વયં સહીત ૩૮ શાયર / શાયરોની વ્રજગઝલોનું સંકલન – ૨૦૨૫)
8.    સમ્માન / પુરસ્કાર
a.   ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા ૨૦૨૦ માં પ્રકાશિત પુસ્તક “મોરછલ” ને વ્રજભાષા કેટેગરીનું પ્રથમ પુરસ્કાર એટલે “બાબુ જગન્નાથ દાસ પુરસ્કાર” આપવામાં આવ્યું
b.   હિન્દી પુસ્તકાલય સમિતિ ડીગ (રાજસ્થાન) દ્વારા વ્રજભાષામાં ગઝલોના શુભારંભ માટે સમ્માન.
c.   સાહિત્ય સંમેલન નાથદ્વારા દ્વારા વ્રજભાષા સાહિત્યમાં યોગદાન માટે સમ્માન
d.   ઇન્શાદ દ્વારા વિવિધ ભાષાઓમાં ગઝલ સૃજન હેતુ સમ્માન
9.    હિન્દુસ્તાની સાહિત્ય સેવાર્થ “કવિતા કોશ” અને “સાહિત્યમ” સહીત અનેક વેબ પોર્ટલ્સ સાથે યોગદાન
સંપર્ક
a.      Mobile No. 9967024593 
b.     Email: navincchaturvedi@gmail.com