ખુશ્બુઓની ખાણ છે એ બાગ સળગાવી રહ્યા છે

 ખુશ્બુઓની ખાણ છે એ બાગ સળગાવી રહ્યા છે
પ્રેમ તો થાતો નથી વિદ્વેષ ફેલાવી રહ્યા છે
 
સ્વચ્છતા ને માણસાઈ ભાઈચારો ને આઝાદી
જે સ્વયં સમજ્યા નથી એ અમને સમજાવી રહ્યા છે
 
ત્યાં છે ખાલી રોડ અહિંયા દૃશ્ય ટ્રેફિક જામનાં છે
એવું લાગે જાણે કોઈ બાદશા આવી રહ્યા છે
 
તે જ લોકો જેમને ભેગા થઈને માત આપી
એ જ લોકો આજે બીમારીઓ વિકસાવી રહ્યા છે
 
જ્ઞાન લેવાની ઉમર માં જે રખડવામાં રહ્યા’તા
એ જ લોકો એમની ગગરીઓ છલકાવી રહ્યા છે

No comments:

Post a Comment