કામ આ થાશે જ થાશે,
પણ સમય તો લાગશે
હા! તને ભૂલી જવાશે, પણ સમય તો લાગશે
સાથ છોડીને જનારા, મારૂં વેડિંગ-કાર્ડ પણ
તારા હાથોમાં અપાશે, પણ સમય તો લાગશે
આજ મહેફિલમાં ભલે ગુણગાન
તારા થઈ રહ્યા
મારા ગીતો પણ ગવાશે, પણ સમય તો લાગશે
આજે કિસ્મત છો રમે છે
ટેસ્ટ મેચોની રમત
ટ્વેન્ટી-ટ્વેન્ટી પણ રમાશે પણ સમય તો લાગશે
આ વિરહની યામિની આજન્મ ટકવાની
નથી
અંત એનો પણ લખાશે પણ સમય તો લાગશે
તારા હાથોમાં અપાશે, પણ સમય તો લાગશે
મારા ગીતો પણ ગવાશે, પણ સમય તો લાગશે
ટ્વેન્ટી-ટ્વેન્ટી પણ રમાશે પણ સમય તો લાગશે
અંત એનો પણ લખાશે પણ સમય તો લાગશે
No comments:
Post a Comment