ના તો એ તોફાન છે કે ના કોઈ રમખાણ છે
મારી વ્હાલી જિંદગી
મિષ્ઠાન્ન છે ફરસાણ છે
હું રહું તારા હૃદયમાં
મારા હૈયામાં છે તું
આજના થોડા છે જન્મોજન્મના બંધાણ છે
હું કહું ઉત્તર ને તું
દક્ષિણ કહે તો શું થયું
આ જ સાચી પ્રીત છે બાકી બધું એંધાણ છે
આપણે જ્યારે નથી લડતા તો
એવું ભાન થાય
ફૂલ જેવા આપણે બાકી બધા પાષાણ છે
એને જીવન માનવું જેને કદી
જોયું નહીં
આજનો સંસાર આ વ્યવહારથી અણજાણ છે
સારા માઠા અનુભવોનું સાર
છે બસ એટલો
પ્રેમને પરતીત વેવાઈ અને વેવાણ છે
આજના થોડા છે જન્મોજન્મના બંધાણ છે
આ જ સાચી પ્રીત છે બાકી બધું એંધાણ છે
ફૂલ જેવા આપણે બાકી બધા પાષાણ છે
આજનો સંસાર આ વ્યવહારથી અણજાણ છે
પ્રેમને પરતીત વેવાઈ અને વેવાણ છે
No comments:
Post a Comment