સહુ રહે આનંદમાં બસ એજ પરમાનંદ છે
એક બીજામાં રહે રસ એજ
પરમાનંદ છે
જિંદગી જો છે સજા તો છો
રહે ચિંતા ન કર
તું મજા પર રાખ ફોકસ એજ પરમાનંદ છે
કેટલા લોકો ખસ્યા ત્યારે
જગ્યા તુઝને મળી
અન્ય માટે તું ય તો ખસ એજ પરમાનંદ છે
દોસ્ત અલ્લાદીનના જાદુઈ
ચરાગો ઘસ નહીં
ઘસ તો તારી જાતને ઘસ એજ પરમાનંદ છે
ભિન્નતા શણગાર પણ છે એનાથી
મૂંઝા નહીં
માણસોને માન માણસ એજ પરમાનંદ છે
મુઝને તો મળતી નથી
સંતુષ્ટિ પામીને સુયશ
બેઅસર થઈ જાય અપયશ એજ પરમાનંદ છે
આપણા સહુનું મનોરંજન કરે
છે જોકરો
ચાલવા દે આવું સર્કસ એજ પરમાનંદ છે
તું મજા પર રાખ ફોકસ એજ પરમાનંદ છે
અન્ય માટે તું ય તો ખસ એજ પરમાનંદ છે
ઘસ તો તારી જાતને ઘસ એજ પરમાનંદ છે
માણસોને માન માણસ એજ પરમાનંદ છે
બેઅસર થઈ જાય અપયશ એજ પરમાનંદ છે
ચાલવા દે આવું સર્કસ એજ પરમાનંદ છે
No comments:
Post a Comment