કોક દી તો આ ખબર પણ આવશે અખબારમાં
કેટલા ગામો ગુમાવ્યા શહેર
ના વિસ્તારમાં
સારની વાતો ભલે ચિક્કાર છે સંસારમાં
માણસોને રસ પડે છે ફક્ત બે દૂ ચારમાં
એક સારા વ્યક્તિની પાછળ છે આખી મંડળી
તોય સુરજ નીકળીને આવશે અંધારમાં
એ તો શ્રદ્ધાથી બધા પૂજન કરે છે અન્યથા
કોણ જાણે શું વહે છે નર્મદાની ધારમાં
લાગણીના ભાવ અને ઇન્સાનિયતના ધોરણો
શોધીએ તો પણ હવે મળતા નથી તહેવારમાં
પક્ષીઓ જેવા અમો જઈએ તો ક્યાં જઈએ કહો
ચારે બાજૂ ગિદ્ધ જેવા લોકો છે બાઝારમાં
No comments:
Post a Comment